વાંકાનેર તાલુકાના માટેલ ગામના માટેલીયા ધરા પાસેથી પસાર થતા એક બાઈક ચાલક પાસેથી વાંકાનેર તાલુકા પોલીસે છ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો જ્યારે બાઇક ચાલક શખ્સ પોલીસે જોઈ ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન માટેલ ગામના ધરા પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા બાઈક નં. GJ 36 M 1876 નો ચાલક પોલીસને જોઇ બાઈક ત્યાં જ મુકી નાસી જતાં પોલીસે બાઇકની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 6 બોટલ (કીમત રૂ. 2,250) મળી આવતા પોલીસે બાઈક સહીત કુલ રૂ. 27,250 નો મુદામાલ જપ્ત કરી આરોપી રઘુ ઉર્ફે રઘો રાણાભાઇ કોળી (રહે ડુંગરપુર, તા. હળવદ) સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH