વાંકાનેર તાલુકાનાં થાન રોડ પર જાલી ગામના બસ સ્ટેશન પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને રોકી પોલીસ દ્વારા કારની તલાશી લેતા તેમાંથી 120 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને કાર મળીને 2,36,000નો મુદામાલ કબ્જે કરેલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનવાની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના થાન રોડ પર જાલી ગામના બસ સ્ટેશન પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી સ્વીફ્ટ ગાડી નંબર GJ 27 AA 0211 ને રોકીને તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ જસ્ટેર ઓરેંજ ફ્લેવર વોડકાની કાચની 750 એમએલ.ની કંપની શીલબંધ બોટલ નંગ 72 અને જન્ટર ગ્રીન એપલ પ્રીમીયમ વોડકાની 750 એમ.એલ.ની કંપની શીલબંધ બોટલ નંગ 48 મળી આવી હતી જેથી વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા રૂ. 36,000 ની કિંમતનો દારૂ તેમજ કાર મળીને કુલ રૂ. 2,36,000 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
ઉપરોક્ત બનાવમાં કારમાથી જે દારૂની બોટલો મળી આવી છે તે તમામ બોટલો પર કંપની શીલ હોય અને તેના લેબલ ઉપર બેચ નંબર લખવામાં આવેલ નથી જેથી બોટલો પર લગાવેલ કંપની વાળ લેબલ ખોટા અને બનાવટી લગાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરેલ હોવાની શક્યતા છે. આ બનાવમાં પોલીસની રેડથી ગાડીનો ડ્રાઈવર ગાડીને છોડીને નાશી જતા પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr