વાંકાનેર તાલુકાના હશનપર ગામ નજીક આવેલ રેલ્વે બ્રીજ પાસે જ્યોતિ સીરામીક સામેની ગોલાઈમાં એક ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના મોરબી રોડ પર રહેતા ભીખુરામ લાભુરામ વાઘાણીએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધવી છે કે કોઈ અજાણ્યા ટેન્કરના ચાલકે પોતાનું ટેન્કર પુર ઝડપે ચલાવીને વાંકાનેર તાલુકાના હશનપર રેલ્વે ઓવરબ્રીજ નજીક જ્યોતિ સિરામિક સામે ફરિયાદી ભીખુરામભાઈના દીકરા લાલદાસને તેના મોટર સાઈકલ GJ 9 J 392 પરથી હડફેટે લઇ પછાડી દેતે લાલદાસને ગંભીર ઈજા થતા તેનું મોત થયું હતું. જેથી આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi