મોરબી જિલ્લાના વાંકાનેર શહેર ખાતે તાલીમ લઈ રહેલ હથિયારી લોકરક્ષક તાલીમાર્થીઓની આઉટડોર તાલીમના અભ્યાસક્રમમાં તાલીમાર્થીઓની વાર્ષીક ફાયરીંગ વાંકનેર બટ ખાતે તા.૧૦/૦૪/૨૦૨૧ સુધી લેવાનું થતું હોય,

જેથી જાહેર જનતાની જાનમાલની સલામતી માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) થી મળેલ અધિકારની રૂએ મોરબી જિલ્લા અધિક કલેકટર કેતન પી.જોષીના આદેશથી વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૧૦/૦૪/૨૦૨૧ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહિં, ત્યાંથી પસાર થવું નહીં તેમજ કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી…

અધિક કલેક્ટરના આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!