શ્રી દશનામ ગોસ્વામી યુવા ગ્રૂપ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા સમાજની વાડી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં આગામી સમયમાં સમાજ લક્ષી કાર્યો અંગે ચર્ચા-વિચારણા અને નવા હોદેદારોની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી…

આ બેઠકમાં પ્રથમ સમાજનાં અવસાન પામેલા તમામ મૃતકોની આત્મની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું, ત્યાર બાદ સમાજનાં ઉત્કર્ષ અને સમાજલક્ષી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરાઈ હતી, આ બેઠકમાં વાંકાનેર તાલુકા મંડળનાં અગલ અલગ હોદેદારો તથા નિવૃત્ત psi સોમગીરી ગોસ્વામી હાજર રહ્યા હતા,

જે તમામ મહાનુભાવોની હાજરીમાં સમાજના નવા હોદેદારોની નિમણૂક કરાઈ હતી, જેમાં અધ્યક્ષ તરીકે ચેતનગીરી ગોસ્વામીની, ઉપાધ્યક્ષ ભરતવન તરીકે ગોસ્વામી, પ્રમુખ તરીકે પાર્થગીરી ગોસ્વામી, ઉપપ્રમુખ તરીકે ધર્મેશપરી ગોસ્વામી, મંત્રી તરીકે ભાવેશ પરી ગોસ્વામી અને સહમંત્રી તરીકે અમિતવન ગોસ્વામીની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!