વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામના રહીશ ફરિયાદી અશોકભાઈ હીરાભાઈ ચારલાએ અશોક લેલન્ડ ટ્રક વાંકાનેર તાલુકાના મહિકા ગામના બાદી નજરૂદ્દીન ગનીભાઈ પાસેથી ખરીદ કરેલ હોય તેની સાથે જ ફરિયાદીએ આરોપી પાસેથી તેની બેંકનો ચેક સ્વીકારેલ હતો અને આ ચેક બેંકમાં વટાવવા નાંખતા અપૂરતા ભંડોળના કારણે ચેક પરત ફરતાં ફરિયાદીએ નજરૂદ્દીન ગનીભાઈ બાદી સામે વાંકાનેરની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરેલ હતી જે ફરિયાદમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી અશોકભાઈ ચારલાએ અશોક લેલન્ડ ટ્રક આરોપી પાસેથી કુલ કિંમત રૂ. 5,22,750 માં ખરીદી કરેલ અને તે વખતે ટ્રકના વ્યવહાર રકમની આપ-લે થઇ ગયેલ અને ફરિયાદીએ આરોપી પાસેથી વધારાનો ચેક લીધેલ આમ ફરિયાદીએ ચેકની રકમ વસૂલ કરવાની ન હોવા છતાં ચેકનો દુરુપયોગ કરી ચેકમાં રૂ 4,50,600 રકમ ભરી લેતી-દેતીના બાકી લેણાં છે,
તેવી હકીકત દર્શાવી મેળવેલ ચેક ફરિયાદીએ તેની બેંકમાં જમા કરાવતા આરોપીના ખાતામાં અપુરતુ ભંડોળ હોય જેથી ફરિયાદીએ આરોપીને નોટિસ આપી વાંકાનેર મહે. જ્યુ. મેજી. સાહેબની કોર્ટમાં નેગોશીએબલ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરતા ફરિયાદી ફરિયાદ મુજબ હકીકતે કોર્ટમાં લેણી રકમ પુરવાર કરી શકેલ ન હોય જેથી વાંકાનેરની અદાલતના જજ આત્મદીપ શર્માએ કેસના પુરાવાઓ તથા બંને પક્ષોની દલીલો ધ્યાને લઇ આરોપી નજરુદિન ગનીભાઇ બાદીના બચાવ પક્ષે વકીલ શ્રી સરફરાઝ પરાસરા, શકીલ પીરજાદા, એ. વાય. શેરસિયા, તાજમીન કડિવારની રજૂઆતો ધ્યાને લઇ આરોપીને નેગોશિયેબલ એક્ટ કલમ 138ના ગુનામાં નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે….
આમ આરોપીને તેની સામે મુકવામાં આવેલ ખોટાં આરોપો તથા ખોટા વ્યવહારનાં આધારે ફરિયાદીએ જે કેસ કરેલ હતો તેમાંથી આબાદ બચાવ થયેલ છે. જ્યારે આરોપી વાંકાનેર તાલુકાના મહિકા ગામના ભાજપના અગ્રણી હોય આ નિર્ણય સમગ્ર વાંકાનેર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA