વાંકાનેર શહેરના પાન,બીડી, સોપારી, તમાકુના હોલસેલ વેપારીઓને કાયદેસરની લોટરી લાગી હોય તેવો ઘાટ સર્જાયો છે. જેમાં મોરબી અને રાજકોટ શહેરમાં તાજેતરમાં લાગું કરેલા લોકડાઉનનો આ કાળાબજારિયા વેપારીઓ ભરપૂર લાભ ઉઠાવી એકના સીધા બે કરી રહ્યા છે. જેમાં આગાઉ બીડી, તમાકુ અને સોપારીનો ભરપૂર સ્ટોક કરી અને હાલ વાંકાનેરના સ્થાનિક ગ્રાહકોને માલ નથી તેમ કહી અને રાજકોટ-મોરબીના ગ્રાહકોને ડબલ ભાલે માલ વહેંચી આમ નાગરિકોને ખુલ્લેઆમ લુંટી રહ્યા છે છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી….
ઘરના ઘંટી ચાટે અને પાડોશીને આંટો જેવી વાંકાનેરના બંધાણીઓની સ્થિતિ વિશે અગાઉ ચક્રવાત ન્યૂઝના અહેવાલ અનુસંધાને વાંકાનેર શહેરમાં સોપારી, તમાકુ, બીડીનો મોટો જથ્થો સ્ટોક કરાયો હોવાના અહેવાલ બાદ પણ હમ નહિ સુધરેંગેનું સૂત્ર તંત્ર દ્વારા સાર્થક કરવામાં આવી રહ્યું છે. અગાઉ લોકડાઉનમાં ધુમ કાળા બજારી કરી તગડાં બનેલા વેપારીઓ આ વખતે પ્રિ-પ્લાનિંગ મુજબ સંગ્રહખોરી કરી અને હાલ એક ના બે કરીને ધુમ કાળાબજારી કરી રહ્યા છે જેના સામે સ્ટોક નિયંત્રણ ધારો પણ બેલગામ બન્યો છે. અગાઉ પ્લાનિંગ વગર લાખો-કરોડો કમાયા અને વર્તમાન સમયમાં પ્લાનિંગ મુજબ કાળા બજારી કરીને કેટલું કમાશે અને કેટલા લોકોને લૂંટશે ? તંત્રે લૂંટારૂઓને મોકળું મેદાન આપ્યું છે કે શું ?
વર્તમાન કોરોનાની મહામારીમાં ફસાયેલા નિર્દોષ નાગરિકો પ્રથમ ઓક્સિજન, હોસ્પિટલ, બેડ અને ઇન્જેક્શનોમાં કાળા બજારનો ભોગ બન્યા બાદ આમ નાગરિકો પર વધુ એક કાળા બજારીનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. મોરબી અને રાજકોટમાં લોકડાઉન હોય જેથી તમામ દુકાનો બંધ હોય ત્યારે વાંકાનેરમાં લોકડાઉન ન હોવાથી તમામ વેપારી-ધંધાઓ ધમધમી રહ્યા છે. જેથી મોરબી-રાજકોટના કાળા બજારીયા વેપારીઓ આ તકનો લાભ લેવા તૈયાર હોય તેમ મોરબી-રાજકોટથી વાંકાનેર આવીને કાળાબજારી કરવા માટે અહિં સંગ્રહ કરાયેલ બીડી, તમાકુ, સોપારીનો જથ્થો ડબલ ભાવે વાંકાનેરથી ખરીદીને રાજકોટ-મોરબી ખાતે ચાર ગણા ભાવે વેચીને તગડા બની રહ્યા છે. બાબતે જવાબદાર તંત્ર મુક પ્રેક્ષક બની તમાશો નિહાળી રહ્યું છે કે અંદરખાને ઇલુ ઇલુ થઈ ગયું છે….?
વધુ આશ્ચર્યજનક અને ખૂબીની વાત એ છે કે વાંકાનેરના તમાકુ, બીડી અને સોપારીના વેપારીઓએ અગાઉથી પ્લાનિંગ મુજબ મોટો સ્ટોક સંગ્રહ કર્યો છે જેમાં વાંકાનેરમાં મોટો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ઘરના ઘંટી ચાટે અને પારકાને લોટ તેમ સ્થાનિકોને અહીં બીડી, તમાકુ, સોપારી છે જ નહીં તેઓ જવાબ મળે છે. આની સામે મોરબી-રાજકોટના ચિટર વેપારીઓને ડબલ ભાવે માંગો એટલો માલ મળી રહ્યો છે. વાંકાનેર શહેરમાંથી સવારથી બપોર સુધી અને મધ્યરાત્રિના તમાકુ, બીડી અને સોપારીના જથ્થાની મોટાપાયે આજુબાજુના શહેરોમાં હેરાફેરી થઈ રહી છે જેના પર જવાબદાર તંત્રનું કોઇ નિયંત્રણ નથી કે પછી ઈરાદાપૂર્વકનું ષડયંત્ર ચાલી રહ્યું છે ?
બાબતે જવાબદાર તંત્ર દ્વારા અનેક અખબારી અહેવાલો બાદ પણ આજ સુધી કહેવા પૂરતો એક પણ કેસ કે જથ્થો પકડાયો નથી તેનાથી સ્પષ્ટ થાય છે કે વાંકાનેરમાં કાળા બજારિયાઓએ તંત્રના સહયોગથી માજા મુકી છે. નિર્દોષ નાગરિકોએ જાણીજોઈને છેતરાવાનું મન મનાવી લીધું હોવા છતાં કોઈપણ ભાવે સ્થાનિક નાગરિકોને માલ મળતો જ નથી. જેમાં વાંકાનેરના કાળા બજારીયા ચિતટર વેપારીઓએ નક્કી કર્યું છે કે પાન, બીડી, તમાકુ અને સોપારીનો માલ સ્થાનિકોને આપવો જ નહીં ! પાડોશી શહેરના વેપારીઓ માલ લઈ જાય છે તેનાથી સંતોષ માનનારા અને મોટો જથ્થો સંગ્રહ કરનારા સામે તવાઈ ક્યારે લાગશે ? હજુ પણ જો આ બાબતે તંત્ર દ્વારા કોઇ કામગીરી ન કરાઈ તો આ ષડયંત્રમાં ઇલુ ઇલુ સ્પષ્ટ થાય છે અને તેની સામે ચક્રવાત ન્યૂઝ ખુલ્લો પડકાર આપે છે અને આગામી દિવસોમાં આવા વેપારીઓ અને તંત્રના જવાબદાર તમામ અધિકારીઓ સામે સ્ટીંગ ઓપરેશન કરી તેમને આમ જનતા સામે ખુલ્લા પાડવામાં આવશે….
ચક્રવાત ન્યૂઝ મોરબી જિલ્લાનું એકમાત્ર ન્યૂઝ પોર્ટલ છે જે આમ જનતાના હિતમાં હંમેશા ખરૂ સત્ય લખે છે અને સત્ય મુદ્દાઓને જનતા સમક્ષ પીરશે છે.
અમારો હેતુ માત્ર તંત્ર/પોલીસ ચોપડે ચડેલ માહિતીને સમાચાર બનાવી લોકો સમક્ષ પિરસવાનો નથી પરંતુ જનહિતના દરેક મુદ્દાને સમાચાર બનાવવી સત્ય બહાર લાવવાનો છે….
સત્ય માટે, સત્ય સાથે સતત…..
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr