67-વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાયું હતું, જેમાં વહેલી સવારે 08 કલાકથી મતદાનનો પ્રારંભ થયો હતો અને સાંજે 05 વાગ્યે મતદાન પુર્ણ થયું હતું જેમાં વાંકાનેર બેઠક પર સરેરાશ 71.19% મતદાન નોંધાયું છે. હવે જોવાનું રહ્યું કે વાંકાનેર બેઠક પર હાલ નોંધાયેલ મતદાન કોને ફળે છે અને કોને નડે છે..…
વિગતવાર આંકડાઓ જોઈએ તો વાંકાનેર બેઠક પર કુલ 1,45,317 પુરૂષ મતદારોમાંથી 1,08,310 મતદારો એટલે કે 74.53% પુરૂષ અને 1,36,095 મહિલા મતદારો માંથી 92,019 મતદારો એટલે કે 67.61% મહિલાઓનું મતદાન નોંધાયું છે, જેમાં સરેરાશ વાંકાનેર બેઠક પર નોંધાયેલ 2,81,413 મતદારોમાંથી 2,00,329 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. એટલે કે 67-વાંકાનેર-કુવાડવા બેઠક પર કુલ 71.19% મતદાન નોંધાયું છે..…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….
https://chat.whatsapp.com/BokI1nTJctlDRYgMt5ujid