વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન સતત કોરોના પોઝિટિવ અને શરદી-ફ્લૂ-તાવના કેસોની સંખ્યા વધી રહી છે જેમાં છેલ્લા ૧૫ દિવસથી સ્થિતિ અંત્યત ગંભીર જણાતા વાંકાનેરના મોટાભાગના વેપારી એસોસિયેશન દ્વારા આગામી તા. 30/04 સુધી તમામ દુકાનો બપોરે ત્રણ વાગ્યા સુધી જ ખુલી રાખી અને અડધા દિવસના સ્વેચ્છિક લોકડાઉનમાં જોડાવાની જાહેરાત કરી છે….
વાંકાનેરના ચેમ્બર ઓફ કોમર્સ, કાપડ એસોસિયેશન, કરિયાણા એસોસિયેશન, કટલેરી એસોસિયેશન, સોની એસોસિયેશન, કંસારા એસોસિયેશન, પાન-મસાલા એસોસિયેશન, મોબાઈલ એસોસિયેશન, એગ્રો અને પેસ્ટીસાઈટ્સ એસોસિયેશન સહિતના મોટાભાગના વેપારી એસોસિયેશનો દ્વારા કોરોના મહામારી અને વાંકાનેર વિસ્તારમાં સતત વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખી આવતી કાલથી આગામી તા. 30 સુધી વેપારીઓ પોતાની દુકાનો સવારે 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી જ ખુલી રાખશે અને બપોરે ત્રણ વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખી અડધા દિવસના સ્વેચ્છિક લોકડાઉનમાં જોડાશે…
હાલ કોરોના મહામારીના સમયમાં ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ આમ જનતાની મદદે પહોંચી છે અને દિવસ-રાત મહેનત કરી કોરોના દર્દીઓની સેવા કરી રહી છે ત્યારે આવી પરિસ્થિતિમાં વાંકાનેરના વેપારીઓ પણ તેમને સહયોગ આપી અને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અડધા દિવસના સ્વેચ્છિક લોકડાઉનમાં જોડાવાની જાહેરાત કરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr