સમગ્ર વાંકાનેર વિસ્તારમાં રાજપરિવાર દ્વારા ફોરેસ્ટ વિભાગના સહયોગથી 46,000 વૃક્ષોનું વાવેતર કરાયું…
વાંકાનેરના સદગત મહારાજ અને પુર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી તથા પર્યાવરણ પ્રેમી એવા મહારાણા રાજસાહેબ ડો. દિગ્વિજયસિંહજી ઝાલાની યાદમાં વાંકાનેર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહાનુભાવોની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે પર્યાવરણ પ્રેમી મહારાણા રાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજી ની આગેવાનીમાં સંતો, મહંતો, ફોરેસ્ટ ઓફિસરો, પર્યાવરણ સાથે જોડાયેલા વ્યક્તિઓ તથા સંસ્થાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની હાજરીમાં વિવિધ સંસ્થાઓ તથા પર્યાવરણ પ્રેમી વ્યક્તિઓનું પ્રસંગને અનુરૂપ કિંમતી ટીસ્યુ કલ્ચર સાગના છોડ સન્માન સ્વરૂપે ભેટ આપવામાં આવ્યા હતા….
ગત વર્ષે સ્વ. ડો. દિગ્વિજયસિંહ ઝાલાની યાદમાં મહારાણા રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહ ઝાલાએ 25,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો જેમાં વધારો કરી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં કુલ 46,000 વૃક્ષોનું વાવેતર ફોરેસ્ટ વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI