મોરબી એલસીબી ટીમે 34,400ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા…
મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરમાં દરોડો પાડી શહેરમાં ચાલતા વરલી મટકાના જુગારના નેટવર્કનો પર્દાફાશ કરી રૂ. 34,400ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર રેલવે સ્ટેશન રોડ ઉપર સરકારી આવાસ યોજનાના કવાટર્સ પાસેથી આરોપી ૧). ક્રિપાલસિંહ બાબુભા જાડેજા (રહે. મીલનપાર્ક, રેલ્વેસ્ટેશન રોડ, વાંકાનેર), ૨). પ્રકાશ કરશનભાઇ ગોરીયા (રહે. ડબલચાલી, સ્ટેશન રોડ, વાંકાનેર) અને ૩). અબ્દુલ ઉર્ફે અબુ જુમાભાઇ ભટ્ટી (રહે. સરકારી આવાસ યોજના, વાંકાનેર) નામના ત્રણેય ઇસમોને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા રંગે હાથે ઝડપી લીધા હતા…
આ બનાવમાં પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 19,400, ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂ. 15,000 તેમજ વરલી મટકાની ચિઠ્ઠી, બોલપેન સહિત કુલ રૂ. 34,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ત્રણેય સામે જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1