વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના વિસીપરા વિસ્તારમાં આવેલ સરકારી અનાજના ગોડાઉન પાસે પોલીસે દરોડો પાડી જાહેરમાં વર્લી મટકા આંકડા લેતા એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન હેડ કો. યશપાલસિંહ પરમાર તથા કો. કૃષ્ણરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના વિસીપરા વિસ્તારમાં આવેલ સરકારી અનાજના ગોદામ પાસે દરોડો પાડી આરોપી રાજેશભાઈ ઉર્ફે રાહુલ રવજીભાઈ વોરા (ઉ.વ. 29, રહે. રોયલ પાર્ક સોસાયટી, 25 વારીયા પાસે, વાંકાનેર)ને રોકડ રકમ રૂ. 12,005 સાથે વરલી મટકા જુગારના આંકડા લખી જુગાર રમાડતા રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!