વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ વાસુકી મંદિર તેમજ રાજકોટ રોડ પર આવેલ વેલનાથ બાપુના મંદિર ખાતે વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચ દ્વારા સમાજના વિવિધ પ્રશ્નો અનુસંધાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરાઈ હતી…
આ બેઠકમા વિચરતી-વિમુકત જાતિના મોરબી જિલ્લાના આગેવાનોએ મળી સમુદાયને મળતા હકો માટે જાગૃતિ લાવવા, વીચરતી-વિમુક્ત જાતિને ૧૦% અનામતના પડતર પ્રશ્ને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુનિસિપલ કાઉન્સીલર અને સમાજના ટ્રસ્ટના લેટરપેડ પર લેખિતમાં સરકારશ્રીને ભલામણ નિર્ણય લેવાયો હતો…
ઉપરાંત વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના ગામે-ગામ પ્રવાસ કરી સમુદાય માટે બંધ થઈ ગયેલ લાભોનું ફરી અમલીકરણ તેમજ તેના લાભો અંગે લોકોમાં જાગૃતતા લાવી ગામે ગામથી મુખ્યમંત્રીને પત્ર લખી અભિયાન શરૂ કરવામાં આવશે તેવો સંકલ્પ કરાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq