વાંકાનેરના વઘાસીયા ટોલનાકાની પાસે જ છેલ્લા દોઢ વર્ષ કરતાં વધારે સમયથી બોગસ ટોલનાકું બનાવી વાહનચાલકો પાસેથી ઓછા પૈસા ઉઘરાવી સરકારી ટોલનાકાને બાયપાસ કરાવવાના ષડયંત્રનો મિડિયા દ્વારા પર્દાફાશ કરાયાં બાદ સફાળા જાગેલા જવાબદાર તંત્રએ બાબતે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી અને તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, જે તપાસ સમિતિની આજરોજ બેઠક વઘાસીયા ટોલનાકા ખાતે યોજાઇ હતી…
બનાવ અનુસંધાને વાંકાનેર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલ તપાસ સમિતિ દ્વારા મામલતદાર, ટીડીઓ, હાઇવે ઓથોરિટીના અધિકારી, બામણબોર ટોલપ્લાઝા એજન્સીના પ્રતિનિધિ, ટીઆરબી કંપનીના પ્રતિનિધિ, વાંકાનેર સીટી પોલીસ સહિતની ઉપસ્થિતિમાં આજરોજ બેઠક યોજી અને બાબતની ઊંડી તપાસ તથા સ્થળ વિઝીટ કરી બોગસ ટોલનાકાના રસ્તાને બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે બાબતે તપાસ સમિતિ દ્વારા તપાસ પુરી થયે તેનો રિપોર્ટ જીલ્લા કલેકટરશ્રીને રજૂ કરવામાં આવશે, જેમાં આ કૌભાંડમાં જવાબદાર ઠરેલ તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તપાસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV