વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન વાલાસણ ગામની જીવાપર તરફ જતા રસ્તા પરથી પોલીસે જાહેરમાં ગોળ કુંડાળું વળી જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી પાડી તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી જીવાપર ગામ તરફ જવાના કાચા રસ્તેથી તાલુકા પોલીસે જાહેરમાં જુગાર રમતા આરોપી ૧). અશોકભાઈ અમરશીભાઈ ફુલતરીયા, ૨). દિપકભાઈ મુળજીભાઈ ફુલતરીયા, ૩). સંજયભાઈ અમરશીભાઈ ફુલતરીયા, ૪). કરણભાઈ અશોકભાઈ ફુલતરીયા,
૫). તોફાનભાઈ બચુભાઈ ફુલતરીયા, ૬). વિશાલભાઈ અશોકભાઈ ફુલતરીયા, ૭). અનીલભાઈ ચંદુભાઈ ફુલતરીયા અને ૮). પીંન્ટુભાઈ માનસીંગભાઈ ફુલતરીયા(રહે. તમામ વાલાસણ) ને રોકડ રકમ રૂ.1665 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm