વાંકાનેર તાલુકાના રાણેકપર ગામથી વઘાસીયા ગામ સુધીનો 4 કિમીનો રોડ છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં હોય જેથી આ બાબતે રોડના તાત્કાલિક રિસર્ફેસીંગનું કામ મંજૂર કરવા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય હફીજાબેન ઈસ્માઈલભાઈ બાદીએ મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરી માંગ કરી છે…
જેમાં તેમણે જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામથી રાણેકપર સુધીનો રસ્તો આશરે ચાર કીમીમાં ડામર સપાટીની હાલત ખુબ જ ખરાબ હોવાથી આ રસ્તામાં વાહન વ્યવહાર ચાલી શકે તેવી સ્થિતિ ન હોય અને ગ્રામજનોની રજુઆત હોય આ ગામના નાગરિકોને વાંકાનેર ખાતે ધંધા તથા વિદ્યાર્થીઓને અવર–જવર કરવામાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી તાત્કાલીક આ રસ્તામાં ડામર સપાટીનું કામ મંજુર કરવા સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવે અને અત્યારે તાત્કાલીક આ રસ્તામાં ડામરથી પેચવર્ક કરી ખાડા પુરવાનું કામ કરવા માંગ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1