મોરબીના ટ્રાન્સપોર્ટર દ્વારા વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક અને વઘાસીયા ટોલનાકા નજીક આવેલ ટાઇલ્સના કારખાનામાંથી ટાઇલ્સનો જથ્થો દિલ્હી ખાતે ગ્રાહકને મોકલાવવા માટે પોતાની રોડલાયન્સ મારફતે ટાઈલ્સ ભરેલ ટ્રક દિલ્હી રવાના કર્યો હોય જે ટ્રક ગ્રાહક સુધી ન પહોચાડી પોતાના આર્થિક લાભ માટે ટ્રક ડ્રાઈવરે ટાઈલ્સ ઓળવી ગયો હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાવવામાં આવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક આવેલ દુર્ગા રોડ લાયન્સના સંચાલક રોહીતાસ હનુમાન સહાયે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાના દુર્ગા રોડ લાયન્સ દ્વારા મોહિતભાઈ સિંગલા (રહે-દિલ્હી)ના ઓર્ડર મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ ક્યુટોન સિરામિકના ઈ વે બીલ તા.૧૦-૦૧-૨૦૨૧ મુજબ અલગ-અલગ સાઈઝની ટાઈલ્સના કુલ બોક્સ ૨૭૫ જેની કીમત રૂ.૪,૦૨,૪૩૯ તથા
વધાસીયા ટોલનાકા નજીક આવેલ ક્યુટોન સિરામિકના ઈ-વે બીલ તા.૧૧-૦૧-૨૦૨૧ મુજબ ૧૨૦૦×૧૨૦૦ સાઈઝની ટાઈલ્સના કુલ બોક્સ ૨૩૯ જેની કીમત રૂ.૨,૪૩,૫૦૦ એમ કુલ ટાઈલ્સ બોક્સ ૫૧૪ કીંમત રૂ.૬,૪૫,૯૩૯ ની ટાઈલ્સ આરોપી ટ્રક ટ્રેઈલર RJ 02 GB 2605 માં ભરી બિલમાં જણાવેલ સરનામે ભારતીય સંસ્કૃતિ સેવા મિશન બી-૧ સેક્ટર ૧૬ રોહિણી દિલ્હીવાળાને પહોંચાડવા માટે રવાના કરેલ
પરંતુ આરોપી ડ્રાઈવર બીસરામ સોનું (રહે-ભરતપુર રાજસ્થાન) અને ટ્રકના માલિક ઈર્શાદખાન ફજરુંખાન (રહે-લક્ષ્મણગઢ રાજસ્થાન) ટાઈલ્સ દિલ્હી ખાતે ગ્રાહકના સરનામે નહિ પહોંચાડી પોતાના આર્થિક લાભ માટે ટાઈલ્સ ઓળવી જઈ ગયા હતા. જેથી આ બનાવની ફરિયાદ ટ્રાન્સપોર્ટર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાવતા પોલીસે ટાઇલ્સનો જથ્થો ઓળવી જનાર બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi