ધાંગધ્રા હાઇવે પર ટ્રાફિક ક્લિયર કરાવવા માટે રોંગસાઇડમાં જતી એક ઓન ડ્યુટી પોલીસ જીપને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં બે કોન્સ્ટેબલના મોત થયા હતા જ્યારે અન્ય બે ઇજા પહોંચી હોય જે બનાવમાં રૂ. 1.45 કરોડ વળતર ચૂકવવા રાજકોટ વ્હિકલ એક્સિડન્ટ લેઇમ ટ્રિબ્યુનલે હુકમ કર્યો છે…

બાબતે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૫/૧૨/૧૬ ના રોજ સુરેન્દ્રનગરના ઝિંઝુવાડા અને પાટડી પોલીસના સ્ટાફ સરકારી જીપ નં. જી.જે.-૧૩-જી. ૧૨૫૩માં બેસી ધ્રાંગધ્રા લોકોની ભીડના કારણે રસ્તો બ્લોક થયેલ હતો તે રસ્તો કલીયર કરાવવા માટે બંદોબસ્તમાં જતા હોય ત્યારે સરકારી જીપના ડ્રાયવર હરપાલસિંહે પોતાની જીપ રોડની સામેની રોંગ સાઇડમાં રસ્તો કલીયર કરવા માટે ચલાવતા દરમ્યાન સામેથી આવતા ટ્રક નં. જી.જે. -૧૨- વાય. – ૮૬૧૭ના ચાલકે ડ્રાયવર હરપાલસિંહે ડીપર મારવા છતા સરકારી જીપ સાથે પોતાનો ટ્રક ભટકાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,

જેમાં જીપમાં બેઠેલ પોલીસ સ્ટાફના વાલા લક્ષ્મણભાઈ આલ તથા વિષ્ણુ ચેહાભાઇ કલોતરાના મોત થયા હતા જ્યારે સુનીલ દ્વારસિંગ બારીયા તથા શૈલેષ કેસમાં પરમાભાઇ ગોયલને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસ સ્ટાફના મૃત્યુ પામેલા બંનેના વારસદારો તેમજ બીજા બંને ઇજાગ્રસ્તોએ વળતર મેળવવા રાજકોટ મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલમાં પોતાના વકીલ મારફત કેસ દાખલ કર્યો હતો, જે કેસમાં વીમા કંપનીની પોલીસ વાન રોંગ સાઈડમાં જતું હોવા બાબતેની રજૂઆતો સામે પોલીસની વાન રોંગ સાઇડમાં જવા દેવાનું કારણ રસ્તો કલીયર કરાવવાનો હતો,

ભીડ કલીયર કરાવવાની હતી તેવી અરજદારો વતી દલીલો કરવામાં આવી હતી. તેમજ ઉચ્ચ અદાલતોના જજમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા, જે ધ્યાને લઈ રાજકોટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ. વી. શર્માએ કમ્પોઝીટ નેગ્લીજન્સીનો કેસ ગણી પોલીસ વાનની વીમા કં.ની જવાબદારી કાઢી ટ્રકની વીમા કંપની તથા સરકાર બન્ને સામાવાળાઓએ મળી મૃતક પો. કો. વાલા લક્ષમણભાઇ આલના કેસમાં 69 લાખ, મૃતક પો.કો. વિષ્ણુ ચેહાભાઇ કલોતરાના કેસમાં 68.70 લાખ, પો. કો. શૈલેષભાઇ પરમાનંદભાઇ ગોયલના ઇજાના કેસમાં 5.08 લાખ તથા પો. કો. સુનીલ દ્વારસિંહ બારીયાના ઈજાના કેસમાં 3.14 લાખ મળી કુલ રૂ. 1.45 કરોડ જેટલી રકમ અરજદારોને માસ એકમાં ચુકવી આપવા હુકમ કર્યો છે. આ કામમાં અરજદારો પક્ષે વકીલ તરીકે શ્યામ જે. ગોહિલ, વાંકાનેરના કપીલ વી. ઉપાધ્યાય, મૃદુલા બી. મકવાણા, હીરેન જે. ગોહિલ રોકાયા હતા….

error: Content is protected !!