વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતી એક મહિલાના ઘર પાસેથી માલધારી ઢોર લઈને નીકળતા હોય જે ઢોરને પાડોશમાં રહેતી માનસિક બાળકી તગડતા આરોપી ગાળો બોલવા લાગતા ફરિયાદી મહિલાએ શેરીમાં ગાળો બોલવાની ના પાડતાં આ બાબતનું માલધારીને સારું નહીં લાગતાં મહિલા અને તેની દીકરી પર ચાર શખ્સોએ લાકડી વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવમાં મહિલાની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે રહેતા રૂકશાનાબેન યુસુફભાઈ શેખ (ઉ.વ. 37) એ આરોપી સાદુરભાઈ કુંભાભાઈ ભરવાડ, મંગાભાઈ પરબતભાઇ, જશુબેન અને ભરતભાઈ જીવણભાઈની સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી ભરતભાઈ તેઓના ઘર પાસેથી ઢોર લઈને જતાં હોય ત્યારે પાડોશી કંકુબેનની માનસિક દીકરી આ ઢોરને તગડતી હોય જેથી આરોપી માલધારી આ બાળકી અને તેની માતાને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગતા,
આ બાબતે મહિલાએ આરોપીઓને શેરીમાં ગાળો બોલવાની ના પાડતાં આ બાબતનું સારું નહીં લાગતાં આરોપીઓએ એકસંપ કરી મહિલા અને તેની દીકરી પર હુમલો કરી માર મારી, ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ભોગ બનેલ મહિલાએ આ બાબતની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાવતા પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf