વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને રોકડ રકમ રૂ. 12,350 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામે કોઈ અજાણ્યા શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી તિથવા ગામની સીમમાં સાગર ગૌશાળાવાળા રસ્તે જાહેરમાં જુગાર રમતા હસન હનીફભાઈ કુરેશી(ઉ.વ. 23),

હીરેન ભીખાભાઇ માણેક(ઉ.વ. 29), શરીફ વલીમામદભાઇ શેખાણી(ઉ.વ. 35) અને સમીર ઇકબાલભાઇ કચ્છી (ઉ.વ. 30)ને રોકડ રૂ. 12,350 સાથે ઝડપી પાડી ચારેય શખ્સો સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet

error: Content is protected !!