બીલ વગરના માલની હેરાફેરી કરતા લોકો સાવધાન…: પોલીસે બિલ વગર કોપરના વાયરની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડી કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો….

વાંકાનેર તાલુકાના તિથવા ગામ નજીક મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોઈપણ પ્રકારના આધાર-પુરાવા કે બિલ વગર ચોરી કે છળકપટથી મેળવેલ કોપર વાયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી કાર તથા વાયર સહિત કુલ રૂ. ૭,૦૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી અન્ય બે શખ્સો સહિત કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી પીઆઇ ડી. એમ. ઢોલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના તિથવા ગામ પાસેથી એક મારૂતી સુઝુકીની કેરી ગાડી નંબર GJ 36 V 0882 પસાર થતા તેને રોકી તલાશી લેતા તેમાંથી પ્લાસ્ટીકના 19 બાચકાઓમાં કોપર વાયર મળી આવતા બાબતે કાર ચાલકની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે અંદાજે 1100 કિલો કોપર વાયર જેની કિંમત રૂ. 5,50,000 નો મુદામાલ ચોરી કે છળકપટથી મેળવેલાનું જણાઇ આવતા પોલીસે આરોપી પાસેથી કોપર વાયર તથા ગાડી સહિત કુલ રૂ. 7,00,000 નો મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી કુલ ત્રણ આરોપીઓ સામે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી. મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..‌…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!