કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભવઃ કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે, ત્યારે ‘સ્વચ્છતા હી સેવા’ની થીમ થકી કાર્યક્રમ અંતર્ગત સરકારી સંસ્થાઓમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વાંકાનેર તાલુકાના સિંધાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું…

આ અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે. જે. દવેના માર્ગદર્શન હેઠળ સિંધાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સેજા હેઠળના અન્ય સિંધાવદર, ખીજડિયા, ખેરવા, ઘીયાવડ, અગાભી પીપલિયા અને રાજાવડલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના તમામ સ્ટાફ CHO, MPHW, FHW દ્વારા સાફ-સફાઈનું અભિયાન હાથ ધરાયું હતું.

આ સાથે જ ગ્રામજનોને પણ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ હતી. આ ઉપરાંત આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત લોક ઉપયોગી એવા આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડ કઢાવી લેવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંધાવદરના મેડિકલ ઓફિસર ડો. હિમાંશુ પંડ્યા તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડો. ભાવિકા ચંદારાણા દ્વારા લોકોને અપીલ કરાઈ હતી. જેમાં જે લોકોને આ કાર્ડ કઢાવવાના બાકી હોય તેઓએ નજીકની ગ્રામ પંચાયત અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો સંપર્ક કરવા જણાવાયું હતું….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!