વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આજે બપોરના સમયે એક ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના બસ સ્ટેન્ડથી આગળ જતાં રેલ્વે ફાટક નજીક વળાંક પાસે રાજકોટ-વાંકાનેર રોડ પર એક ટ્રક નં. GJ 01 CU 1676ના ચાલકે બેદરકારી દાખવી ત્યાંથી પસાર થતા બાઈક નં. GJ 03 CD 9464 ના ચાલકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક અશોકભાઈ વિહાભાઇ અઘારા (ઉ.વ. 40, રહે. ખખાણા)ને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ બનાવ બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પરથી લઇને નાસી ગયો હોવાની માહિતી મળી રહી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!