પરિણીતાએ ફરિયાદ કરતાં પતિએ કેસ પાછો ખેંચવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો નોંધાયો…
વાંકાનેર શહેરના પેડક રોડ પર માવતરના ઘેર રહેતી અને રાજકોટના જાળીયા ખાતે લગ્ન કરેલ પરિણીતાને સસરિયા પક્ષ દ્વારા નાની નાની બાબતોમાં મેણા-ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય જેથી બાબતે પરિણીતાએ સાસરીયાઓ કોર્ટમાં સામે કેસ કરે, જેથી આનાથી ઉશ્કેરાઈ જઈ તેના પતિએ કેસ પાછો ખેંચવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની પેડક સોસાયટીમાં રહેતા અવનીબેન મનસુખભાઇ ચાવડાએ તેના પતિ જીગ્નેશ મનસુખભાઈ ચાવડા, સસરા મનસુખભાઈ લક્ષ્મણભાઈ ચાવડા, સાસુ મંજુલાબેન મનસુખભાઈ ચાવડા, જેઠ જયદેવભાઈ મનસુખભાઈ ચાવડા, જેઠાણી દક્ષાબેન જયદેવભાઈ ચાવડા,
નણંદ મનીષાબેન મનસુખભાઈ ચાવડા અને મમતાબેન મનસુખભાઈ ચાવડા (રહે. બધા ગામ-જાળીયા, તા.જી.રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમના સાસરીયાઓ દ્વારા કરિયાવર અને ઘરકામ મામલે પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય તેમજ તેમના દિકરાને પણ માં થી અલગ કરવાના પ્રયાસો કરતા હોય, જેથી તેણે સાસરીયાઓ સામે કોર્ટમાં ભરણપોષણ સહિતના કેસ દાખલ કરેલ છે…
જેથી બાબતે તેના પતિ અને સસરાએ આ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરી પરિણીતાને જાનથી મારી નાખવા ધમકી આપતા મહિલાએ પતિ સહિત તમામ સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે આઇપીસી કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0