વાંકાનેર શહેરની ખાનગી શાળા પૈકીની સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા શાળાના વિદ્યાર્થીઓના હિતમાં અને તેમના આરોગ્યને ધ્યાનમાં રાખી શાળા સંકુલમાં કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 15 વર્ષ થી 18 વર્ષ ના વિદ્યાર્થીઓને કોરોના રસી આપવામાં આવી હતી…
હાલના કપરા સમયમાં જ્યારે વિશ્વનો દરેક વ્યક્તિ કોરોના જેવા ભયંકર રોગ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે સુશિક્ષિત અને આરોગ્ય સભાન લોકોના સહકારની ખૂબ જરૂર રહે છે, ત્યારે વાંકાનેરની ખાનગી શાળા સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા શાળાના વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખી અને સરકારના રસીકરણ અભિયાનને સહકાર આપતાં આરોગ્ય વિભાગની ટીમને શાળા ખાતે બોલાવી અને શાળાના 141 વિદ્યાર્થીઓ અને અન્ય 5 બાળકોને કોરોના રસી અપાવી હતી. આ ઉપરાંત શાળાના સ્વસ્થ આરોગ્યને ધ્યાનમાં રાખી 25 જેટલા સ્ટાફના અને વિદ્યાર્થીનો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાવી કોરોના સામે સભાનતા દર્શાવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I