વાંકાનેરમાં શહેરના વાંઢા લીમડા ચોક પાસે રોડ પર ઉભેલા એક યુવાનને ‘ તું મારી સામે કેમ જુએ છે ‘ તેમ કહી એક શખ્સે લોખંડના પાઈપથી હુમલો કરી યુવાનને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ મામલે યુવાને આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ઇશ્વરભાઇ ભરતભાઇ ધરોડીયા (ઉ.વ.-28, રહે. રામક્રુષ્ણનગર, પંચાસર રોડ, મીટીકુલ કારખાના પાસે, વાંકાનેર) એ આરોપી ગોરધન ઉર્ફે ગોધો ગોવિંદભાઇ ઇટોદરા (રહે. રામક્રુષ્ણનગર, પંચાસર રોડ, મીટીકુલ કારખાના પાસે, વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 12ના રોજ બપોરના આશરે સાડા બારથી પોણા એક વાગ્યાના સુમારે ફરિયાદી વાંકાનેર શહેરના વાંઢા લીમડા ચોક પાસે રોડ પર મોટરસાયકલ લઇ પોતાના કારખાનેથી ઘેર જમવા જતો હોય,

ત્યારે આરોપી રોડ પર ઉભો હોય ફરીયાદીએ તેની સામે જોતા આરોપીએ ‘ તું સામે કેમ જુએ છે ‘ તેમ કહી ગાળો દેતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઇ બાદમાં ફરીયાદીના ઘરે જઇ લોખંડના પાઇપ વતી એક ઘા ફરીયાદીને ડાબા કાન ઉપર માથાના ભાગે મારી ઇજા કરી હતી. જેથી આ બનાવની ફરિયાદ યુવાને વાંકાનેર પોલીસમાં નોંધાવતા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!