વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં મેસરિયા જવાના રસ્તે કોઈ શખ્સો દ્વારા જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગારની મહેફિલમાં નાસભાગ મચી હતી જેમાં પોલીસે પાંચ જુગારીઓને ઝડપી લીધા હતા જ્યારે અન્ય ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં મેસરિયા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા આરોપી ૧). વનાભાઇ ગેલાભાઇ મેર, ૨). રમેશભાઇ મીઠાભાઇ મેર, ૩). રવુભાઇ ઉર્ફે મુન્નો જીલુભાઇ કારીયા, ૪). જયરાજભાઇ વલકુભાઇ ખાચર અને ૫). શીવકુભાઇ દડુભાઇ ખાચરને રોકડ રકમ રૂ. 21,300 અને ત્રણ બાઇક સહિત કુલ રૂ. 1,11,300ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા….

જોકે પોલીસના આ દરોડા દરમિયાન આરોપી ૬). જયરાજભાઇ ઓઢભાઇ તકમરીયા, ૭). દીલીપ મોટભાઇ ખાચર અને ૮). રમેશભાઇ ઉર્ફે દેવો માવજીભાઇ ચૌહાણ નામના શખ્સો નાસી જતા પોલીસે આઠેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!