બંગાળની આસંનસોલ સીટ પર TMCની જીત, આસંનસોલ લોકસભા સીટ પરથી શત્રુધ્ન સિંહાની જીત, બાલીગંજ વિધાનસભા સીટ પર બાબૂલ સુપ્રિયોનો વિજય….
હાલ દેશમાં ચાર રાજ્યોમાં 5 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ત્રણ બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં ટીએમસીના શત્રુઘ્ન સિંહાએ પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પર જીત મેળવી છે, અગાઉ કૉંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડતા હાર મળી હતી, જ્યારે ટીએમસીના બાબુલ સુપ્રિયોએ બાલીગંજ વિધાનસભા સીટ પર જીત મેળવી છે. તે જ સમયે, આરજેડીના અમર પાસવાને બિહારની બોચાહન વિધાનસભા બેઠક પર જીત મેળવી છે, જ્યારે કોલ્હાપુર બેઠક પર કૉંગ્રેસના જયશ્રી જાદવ આગળ છે, છત્તીસગઢની ખૈરાગઢ બેઠક પર પણ કૉંગ્રેસના ઉમેદવાર આગળ છે….
TMC ઉમેદવાર બાબુલ સુપ્રિયો પશ્ચિમ બંગાળના બાલીગંજ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીમાં જીતી ગયા છે. આ ચૂંટણીમાં CPI(M)ના ઉમેદવાર સાયરા હલીમ શાહ બીજા ક્રમે રહ્યા હતા, જ્યારે BJPના ઉમેદવાર કાયા ઘોષનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. બાલીગંજમાં તૃણમૂલે બાબુલ સુપ્રિયોને ટિકિટ આપી હતી, જ્યાં તેઓ બીજેપીના કેયા ઘોષ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) (CPI-M)ના સાયરા શાહ હલીમ સામે ચૂંટણી લડી રહ્યા હતા.
ટીએમસી મંત્રી સુબ્રત મુખર્જીના નિધન બાદ આ સીટ ખાલી પડી હતી. મમતા બેનર્જીએ બાબુલ સુપ્રિયોને ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ બાબુલે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે એવી અટકળો ચાલી રહી છે કે તેઓ મમતા બેનર્જીની કેબિનેટમાં સામેલ થશે. જીત બાદ બાબુલ સુપ્રિયાએ કહ્યું કે આ માતા, માટી અને માનુષની જીત છે..
આસનસોલમાં TMCની જીત ભાજપના મોઢા પર થપ્પડ સમાન છે. 19 રાઉન્ડની મતગણતરી બાદ બાબુલ સુપ્રિયાને 50722 વોટ મળ્યા હતા. ડાબેરી ઉમેદવાર સાયરા શાહ હલિમને 30818 મળ્યા. બીજેપી ઉમેદવાર કેયા ઘોષને 12967 વોટ મળ્યા. બાબુલ સુપ્રિયો 20038 મતોથી જીત્યા. તેમને 48 ટકા વોટ મળ્યા હતા.. આસાનસોલ લોકસભા સીટ પરથી ટીએમસીના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાએ 3.75 લાખો વોટો સાથે જીત મેળવી લીધી છે.
બિહારની બોચહાં વિધાનસભા સીટ પર રાજદના અમર કુમાર પાસવાન આગળ ચાલી રહ્યા છે. જ્યારે છત્તીસગઢમાં કોંગ્રેસ ઉમેદવાર યશોદા વર્મા આગળ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર સીટ પર કોંગ્રેસના જાધવ જયશ્રી ચંદ્રકાંત આગળ ચાલી રહ્યા છે. હાલના પરિણામો બાદ પેટાચૂંટણીની પાંચ બેઠકો પર ભાજપને પછડાટ મળતો દેખાય રહ્યો છે…
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS