વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે રહેતો એક યુવાન ગામની સીમમાં આવેલ આરોપીની વાડીએ બપોરે લાકડા કાપી પાણી પીવા માટે જતા આ બાબતનું સારૂં નહી લાગતાં આરોપીએ યુવાન પર કુહાડી વડે હુમલો કરી માર મારી ફરિયાદીને ઈજાગ્રસ્ત કરતા આ બાબતે વાંકાનેર સીટી પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે રહેતા ફરિયાદી લાખાભાઈ સામતભાઈ ગમારા નામનો યુવાન ગઈકાલે બપોરના સમયે રાજાવડલા ગામની નારીયેળધાર સીમમાં લાકડા કાપવા માટે ગયેલ હોય, ત્યારે ત્યાં આવેલ આરોપી ગાંડુભાઈ દેવશીભાઈ ગમારા (રહે. નવા રાજાવડલા)ની વાડી ખાતે પાણી પીવા માટે જતા આ બાબતનું સારૂં નહી લાગતાં આરોપીએ ગાળો આપી યુવાન પર કુહાડી વડે હુમલો કરી ડાબા હાથે કોણીથી નીચેના ભાગે ઈજાઓ પહોંચાડી હતી, જેથી યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જે બાદ યુવાને આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!