72માં પ્રજાસત્તાક પર્વની વાંકાનેર સેવાસદન ખાતે ઉજવણી…

૭૨ માં પ્રજાસત્તાક દિવસની વાંકાનેર સેવા સદન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર મામલતદારના હસ્તે ધ્વજ વંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ સાથે જ વાંકાનેર શહેરની ગર્લ્સ સ્કૂલ અને રાતીદેવરી પ્રાથમિક શાળાના બાળકોએ દેશભક્તિના રંગે રંગાઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમની શોભા વધારી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું…

વાંકાનેર ગેલેક્સી હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ…

વાંકાનેર ગેલેક્સી હાઈસ્કૂલ ખાતે વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરજાદાના હસ્તે ધ્વજવંદન કરી ૭૨ માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ સોસીયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરતા શાળા સંકુલ ખાતે મર્યાદિત બાળકોની હાજરીમાં સુંદર રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી…

વાંકાનેરની ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ૭૨ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ…

પ્રજાસત્તાક દિન નિમિત્તે વાંકાનેર મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઇ વોરાના હસ્તે ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથોસાથ શાળામાં અભ્યાસ કરતી ધોરણ ૯ થી ૧૨ માં પ્રથમ ત્રણ નંબર આવેલ વિદ્યાર્થીનીઓને વાંકાનેર ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણીએ ૧૧ હજાર તેમજ શાળા પરિવાર તરફથી ૧૧ હજાર રૂપિયા આપી બાળાઓના પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યશ્રી ડો. ગીતાબેન ચાવડાએ આભારવિધિ કરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!