વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે ભાયું ભાગમાં રહેલ પ્લોટના વેંચાણ બાબતે બે સગા ભાઈઓના પરિવારો વચ્ચે મારામારી થઈ હતી જે બાદ બંને પક્ષોએ એકબીજા સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ગોરધનભાઈ સામાભાઈ વોરા (ઉ.વ. ૮૦)એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી હરેશભાઈ પરશોતમભાઈ વોરા, વિજયભાઈ પરશોતમભાઈ વોરા તથા પરશોતમભાઈ સામાભાઈ વોરા (રહે. બધા રાતીદેવળી) સામે ફરીયાદ નોંધાવી છે કે, ગત તા.૨૭ ના રોજ રાત્રીના સવા આઠેક વાગ્યે ફરિયાદી પોતાના ભાઈના ઘરે ગયેલ હોય ત્યારે ત્યાં તેનો ભત્રીજો હરેશ ત્યાં આવી ફરીયાદીને કહેલ કે ‘ અમારા ભાયુ ભાગનો મકાનનો પ્લોટ અમારે વેચી નાખવો છે તમે કેમ વેચવા નથી દેતા ?’ કહી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી બોલાચાલી કરી ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપી હરેશભાઈએ તેના હાથમા રહેલ લોખંડના પાઇપ વડે ફરીયાદીને જમણા હાથે તથા ડાબા પગે નળાના ભાગે માર મારી ફ્રેક્ચર જેવી ઇજા કરી તેમજ આરોપી વિજયભાઈએ તેના હાથમાં રહેલ ધારીયા વડે ફરીયાદીને વાસામા તથા છાતીના ભાગે માર મારી મુઢ ઇજા કરી તેમજ આરોપી પરશોતમભાઈનાએ તેના હાથમાં રહેલ લાકડી વતી ફરીયાદીને માથાના ભાગે માર મારી ઈજા પહોંચાડી હતી…

આજ બનાવમાં સામા પક્ષે પરસોત્તમભાઈ સામાભાઈ વોરા (ઉ.વ.૬૯)એ આરોપી પ્રેમજીભાઈ દેહાભાઈ વોરા, રમેશભાઈ ગોરધનભાઈ વોરા, ગોરધનભાઈ સામાભાઈ વોરા તથા મનહરભાઈ દેહાભાઈ વોરા (રહે. બધા રાતીદેવળી) સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ભાયું ભાગમાં રહેલ પ્લોટના વેંચાણ બાબતે આરોપી પ્રેમજીભાઈએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી બોલાચાલી કરી, આરોપી રમેશભાઈએ તેના હાથમા રહેલ લાકડી વડે ફરીયાદીને જમણા પગના નળાના ભાગે માર મારી મૂઢ ઇજા કરી તેમજ હરેશને લાકડી વતી ડાબા પગે સાથળના ભાગે માર મારી મૂઢ ઇજા કરી તેમજ આરોપી ગોરધનભાઈ તથા મનહરભાઈએ ગાળો આપી શરીરે માર મારી મૂઢ ઇજા કરી હતી. જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!