વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ ખાતે રહેતા બે યુવાનોને મોબાઇલ ફોનની લેતી-દેતી બાબતે બોલાચાલી થઈ હોય જે બાદ બંને પક્ષો વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં બંને પક્ષોએ એકાબીજા સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના નવી રાતીદેવરી ગામે રહેતા રાધાબેન જયંતીભાઈ વિકાણી (ઉ.વ. 50)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓના દિકરા શાયરને આરોપી વિજય સાથે ફોનની લેતી-દેતી બાબતે બોલાચાલી થઈ હતી જેથી આ બાબતનો ખાર રાખી આરોપીએ તેમના દિકરાને તેના ઘર પાસે બોલાવી આરોપી વિજયભાઈ અમુભાઈ વિકાણી,

અરવિંદભાઈ મનજીભાઈ વિકાણી અને પરેશભાઈ ભુરાભાઈ સોલંકીએ તેઓના દિકરા સહિત ત્રણ સાહેદો પર હુમલો કરી માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

આ જ બનાવમાં સામા પક્ષેથી ગીતાબેન અમુભાઈ વિકાણીએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના દિકરા વિજયને ફોનની લેતી-દેતી બાબતે આરોપી શાયર સાથે માથાકૂટ હતી તે બાબતે બોલાચાલી કરી આરોપી શાયર જયંતિભાઇ વિકાણી, સાગર જયંતીભાઈ વિકાણી અને રોહિત ધારૂભાઈ વિકાણીએ ફરિયાદીના દીકરાને ગાળો આપીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને ત્યારબાદ સાહેદ મણીભાઈને પણ શરીરે ઇજાઓ કરી હતી…

આ બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ શરૂ બનાવની વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!