વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં જાહેરમાં કોઈ અજાણ્યા શખ્સો જાહેરમાં જુગાર રમતાં હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂ. 12,900 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, વાંકાનેરના રાતીદેવરી ગામની સીમમાં ખારોડીયો ઓક્ળામાં કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમાતા હોય જેથી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). ધીરૂભાઈ ધનાભાઇ સાબરીયા(રહે. સજનપર તા. ટંકારા),

૨). નાથાભાઈ વાલજીભાઈ મદ્રેસાણીયા (રહે. રાતીદેવળી તા વાંકાનેર), ૩). મનસુખભાઈ ઉર્ફે મનોજ પ્રભુભાઈ કારેલીયા (રહે. સજનપર તા. ટંકારા) અને ૪). રમેશભાઈ ઉર્ફે ભૂપત વિભાભાઇ ફાંગલીયા (રહે રાતીદેવળી, તા. વાંકાનેર)ને રોકડ રકમ રૂ. 12,900 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીમાં પીઆઈ એન. એ. વસાવા, હીરાભાઈ મઠીયા, હરપાલસિંહ પરમાર, યશપાલસિંહ પ્પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, જનકભાઈ ચાવડા, કૃષ્ણરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

 

error: Content is protected !!