વાંકાનેર તાલુકાના નવા રાતીદેવરી ગામે વાહનમાં પેસેન્જર ભરવા જેવી સામાન્ય બાબતમાં એક ઇકો ચાલક યુવક પર ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં ભોગ બનનાર યુવકે આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી પાર્થ કમલેશભાઈ ગોહેલ (ઉ.વ.૨૦, રહે. ગઢની રાંગ, હનુમાન શેરી, વાંકાનેર)એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી પાચો મુધવા, હિતેષ લામકા, ભુપત ફાંગલીયા તથા રતો ગમારા (રહે. બધા રાતીદેવરી) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧૯ના રોજ સાંજના સમયે ફરિયાદી પોતાની ઇકો કાર લઈને રાતીદેવરી ગામે પેસેન્જર ઉતારવા માટે ગયો હોય ત્યારે ત્યાં ઉપરોક્ત આરોપીઓ આવી ” તું રતા ગમારાના પેસેન્જર કેમ તોડે છે ? ” કહી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી બોલાચાલી કરતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપી પાચાએ ફરીયાદીનો કાઠલો પકડી નીચે પાડી દઇ તેમજ આરોપી હીતેષ લામકાએ તેના હાથમા રહેલ લોખડના પાઇપ વતી ફરીયાદીને બન્ને પગના નળાના ભાગે માર મારી મુઢ ઇજા કરી તેમજ આરોપી ભુપતએ તેના હાથમા રહેલ લાકડી વતી ફરીયાદીને માથાના ભાગે માર મારી મૂઢ ઇજા કરી
તેમજ આરોપી રતાએ આવી ફરીયાદીને જેમ ફાવે તેમ ભુડા બોલી ગાળો આપી શરીરે ઢીકા પાટુનો મૂઢ માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જેથી આ બનાવમાં ભોગ બનનાર પાર્થભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે આઇપીસી કલમ 323, 504, 114 તથા જીપીએક્ટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf