વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતે રહેતા અને મજુરી કામ કરતા એક યુવાનને સાપ કરડવાથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિલડા ગામ ખાતે આવેલ દીયાન પેપરમીલની લેબર કોલોની ખાતે રહેતા વૈદુ કોડાલુભાઇ રામૈયાભાઇ વામ્યુગડ (ઉ.વ. 44, રહે હાલ રાતાવીરડા, મુળ રહે ગુડપેળા, ગોદાવરી, વેસ્ટ આંધ્રપ્રદેશ) ને ગઈકાલે તા. 13ના રોજ રાત્રીના સમયે સુતો હોય ત્યારે સાપ કરડતા બેભાન હાલતમાં યુવાનને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN