પેટ્રોલ-ડીઝલમાં પણ દરરોજ ધીમીધારે કરતો ભાવ વધારો : પ્રથમ ભાજપ સરકારે રાંધણ ગેસ સિલિન્ડર પર અપાતી સબસીડી ધીમે ધીમે ઘટાડી આજે સંપૂર્ણપણે નાબૂદ કરી : રાસાયણિક ખાતરના ભાવવધારાના વિરોધને શાંત કરવા એ જ નીતિ અપનાવાઈ રહી છે : રાંધણગેસ પર નાબુદ થયેલ સબસિડીની જેમ ધીમે-ધીમે રાસાયણિક ખાતર પર પણ નાબૂદ કરાશે…

કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ખેડૂતો અને ગરીબોને લૂંટવામાં પાવરધી બની ગઈ છે. ધીમીધારે ઝેર ઓકતી રાજ્ય સરકારે તાજેતરમાં રાસાયણિક ડીએપી ખાતર પર 50% જેવડો મોટો ભાવ વધારો કરતાં ગુજરાત ભરના ખેડૂતોએ સીધા આવડાં મોટા ભાવવધારાનો વિરોધ કરી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પાખંડી ભાજપ સરકાર ચેતી ગઇ અને ખાતર પર ભાવ વધારા જેટલી સબસિડી જાહેર કરીને ખેડૂતોના વિરોધ વંટોળને સમાવ્યો પરંતુ બાબતે કહેવું અનિવાર્ય બન્યું છે કે કોઈ ખેડૂત આગેવાનોએ ભાવ વધારા સામે સબસીડીની જાહેરાતનો વિરોધ સુધા કેમ ન કર્યો ?

નાળ પારખી ગયેલ ભાજપ સરકારે રાસાયણિક ખાતરના ભાવવધારા સામે તાત્કાલિક સબસિડી જાહેર કરી પરંતુ કોઈ ખેડૂત નેતાએ સબસીડીની જગ્યાએ ભાવવધારો પરત ખેંચવાની માંગ કેમ ન કરી. માત્ર ખેડૂતોના વિરોધને શાંત કરવા માટે સરકારે જાહેર કરેલ આ સબસીડી કેટલા દિવસ રહેશે ? ધીમા અને મીઠા ઝેર સ્વરૂપે ધીરે-ધીરે સબસીડી ઘટાડીને બિચારા બનેલા ખેડૂતો પર પુનઃ ભાવવધારો ઠોકી બેસાડવામાં આવશે તેમાં કોઈ શંકા નથી…

રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કર્યા બાદ વિરોધ થતાં સરકારે ભાવ વધારો પરત ખેંચવાના બદલે સબસિડી જાહેર કરીને વિરોધ સમાવવામાં સફળ રહેલી સરકાર ક્યારે આ જાહેર કરેલી સબસિડી ઘટાડી અને પુનઃ નવા ભાવ સાથે ખેડૂતો પર ભાવવધારો ઠોકી બેસાડે તેની કોઈ ગેરંટી છે ખરી ?

દાખલા સ્વરૂપે શરૂઆતમાં સત્તામાં આવ્યા બાદ ભાજપ સરકારે રાંધણગેસનો ભાવ વધારો કરીને થાબડભાણા સ્વરૂપે સબસિડી જાહેર કરી અને ગરીબોનો વિરોધનો વંટોળ સમજાવ્યો પરંતુ ધીમે-ધીમે સબસિડીમાં ઘટાડો કરીને આજે પાખંડી સરકારે રાંધણ ગેસ પર સંપૂર્ણપણે સબસિડી નાબૂદ કરી પોતાના ઈરાદો સ્થાપિત કર્યો તેની જેમ જ ખાતર પરની સબસિડીની પણ એવી જ હાલત થશે તેમાં કોઈ શંકા નથી. ખાતર પર કરેલ ભાવવધારા સામે વિરોધનો વંટોળ ઉઠતા તેના સમાવવા માટે ભાવવધારા પૂરતી સબસિડી જાહેર કરી વિરોધ સમાવ્યા બાદ વિરોધીઓ અને ખેડૂતોની બોલતી બંધ કરી પરંતુ કોઈ ખેડૂત આગેવાને સબસીડી આપવાનો વિરોધ અને ભાવવધારો પરત ખેંચવાની માંગ કરવામાં રસ કેમ ન દાખવ્યો ? આ બાબતે જો કોઈ નેતા વિરોધ કરે તો તેને પ્રલોભનો આપી ચૂપ કરી દેવામાં આવે છે. ખેડૂતો-ગરીબોની નાળ પારખી ગયેલા ભાજપ શાસકોની ચાણક્ય નીતિ ક્યાં સુધી ચાલતી રહેશે ?

પેટ્રોલ-ડીઝલમાં રૂપિયાના બદલે દરરોજ પૈસા-પૈસાનો વધારો કરીને પોતાનો મૂળભૂત હેતુ સાકાર કરી રહેલ ભાજપ સરકારની કુટનીતિ ક્યાં સુધી ચાલશે ? કોઈપણ જાતના અન્યાયનો અંત જરૂર હોય છે. લૂંટવામાં પાવરધી અને આપવામાં ઠેંગો બતાવતી સરકારનો દાર્શનિક દાખલો તાજેતરમાં જોવા-જાણવા મળ્યો છે જેમાં કોરોના અને મ્યુકરમાઇકોસીસ ગંભીર રોગચાળા સમય નાગરિકોને ઓક્સિજન, બેડ, ઇન્જેક્શન, દવાઓ, બેડ આપવા સમયે આમ નાગરિકોને ઠેંગો બતાવ્યા બાદ મુખ્યમંત્રી હાસ્યાસ્પદ રીતે સબ સલામતીના ગાણા ગાતા રહ્યા છે પરંતુ જેણે આ બીમારીઓમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે જ આ બાબત સમજી શકે જેમાં પણ વિરોધનો ઉકળતો ચરૂ ગમે ત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે સરકારે ચેતવા જેવી બાબત સ્પષ્ટ થાય છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

 

error: Content is protected !!