વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક નીલગાય સાથે બાઈક અથડાતા આદિવાસી યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ દાહોદના વતની અને હાલ વાંકાનેરના ભીમગુડા ગામ ખાતે રહેતા કાળીબેન મહેશભાઈ માવીએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ મહેશભાઈ રમણભાઈ માવી પોતાના બાઈક નં. GJ 23 AD 8504 લઈને જતા હોય ત્યારે રંગપર ગામના બોર્ડ પાસે અચાનક રસ્તામાં નીલગાય આવી જતાં બાઇકને અકસ્માત નડયો હતો જેમાં તેમના બાઇક ચાલકને ગંભીર ઈજા થતા મહેશભાઈ માવીનું મોત થયું હતું. બનાવની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે આ અકસ્માતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL