ગાયત્રી પરિવાર-વાંકાનેર દ્વારા દિવાળી પર કલાત્મક રંગોળી કરવાની પરંપરા ને વધુ મજબૂત કરવા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલ તા. 05/11/23, રવિવારે બપોરે 2 થી 4 વાગ્યા દરમ્યાન ગાયત્રી મંદિર ખાતે આ સ્પર્ધા યોજાશે, જેમાં કોઈ પણ બહેન-ભાઈઓ વિનામૂલ્યે ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજીયાત છે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને ગાયત્રી પરિવાર દ્વારા પ્રમાણપત્ર તેમજ 1 થી 3 વિજેતા સ્પર્ધકને ગિફ્ટ આપી સન્માનિત કરાશે…

👉 રંગોળી સ્પર્ધાના નિયમો..
• રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધાના સ્થળે બે કલાકની સમય મર્યાદામાં પોતે એકલાએ રંગોળી બનાવાની રહેશે અન્ય વ્યક્તિની મદદ નહીં લઈ શકાય…
• રંગોળી સમય મર્યાદા મા પૂર્ણ કરશે એજ ઈનામ ને પાત્ર ગણાશે…
• રંગોળી માટેના જરૂરી કલરો, જરૂરી સાધનો તેમજ અન્ય જરૂરી વસ્તુઓ સ્પર્ધક એ પોતાના ખર્ચે લાવવાના રહેશે…
• રંગોળી મીંડા વાળી તથા ફ્રી-હેન્ડ વાળી કોઈ પણ બંને માંથી એક દોરી શકશે…
• રંગોળી જોઈને અને મોઢે દોરી શકો પરંતુ મોઢે દોરનારને પહેલા ચાન્સ આપવામાં આવશે..
• રંગોળી અમુક ફિક્સ સાઇઝમાં દોરવાની રહેશે…

આ રંગોળી સ્પર્ધા બે વિભાગમાં યોજાશે , જેમાં એક 5 થી 15 વર્ષ સુધીના સ્પર્ધક તથા બીજામાં 15 વર્ષ થી ઉપરના સ્પર્ધકની રહેશે…
👉🏻 રજિસ્ટ્રેશન માટે નીચેના નંબર પર સંપર્ક કરવો…
રાહુલ જોબનપુત્રા
મો. 9265066096

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf
