વાંકાનેર શહેર નજીક રાણેકપર ગામ પાસે નેશનલ હાઇવે પરથી બુલેટ બાઇક લઇને પસાર થતા એક યુવાનનું બુલેટ સ્લીપ થઇ ડિવાઇડરની ગ્રીલ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બુલેટ ચાલકને ગંભીર ઇજાઓ થતા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાકડાધાર ગામ ખાતે રહેતા ગોપાલભાઈ ધરમશીભાઈ સાપરાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૨૧ના રોજ તેમના મોટાભાઈ હરેશભાઈ ધરમશીભાઈ સાપરા પોતાનું બુલેટ નં. GJ 36 J 9888 લઈને વાંકાનેરથી લાકડાધાર તરફ આવતા હોય ત્યારે રાણેકપર ગામના પાટિયા પાસે રોંગ સાઈડમાં બુલેટ સ્લીપ થઇ ડિવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જેથી આ આકસ્માતમાં હરેશભાઈનું માથું ડિવાઇડર સાથે અથડાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!