વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના બોર્ડ પાસેથી પસાર થતા એક ડમ્પર ચાલકે પોતાનું વાહન અચાનક રોડ પર ઉભુ રાખી દેતા પાછળથી આવતી કાર ડમ્પર સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર એક વ્યક્તિને ઇજા પહોંચી હતી, જેથી આ બનાવ અનુસંધાને ઈજાગ્રસ્તે બેફિકરાઈથી કાર ચલાવનાર સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રઉફભાઇ હાસમભાઇ કાબરા (ઉ.વ.48, રહે. લક્ષ્મીપરા શેરી નં. 3, વાંકાનેર) એ આરોપી XCENT 1.2 ગાડી નં. GJ 10 BR 1986ના ચાલક આકીબભાઇ રઉફભાઇ કબરા સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૩ ના રોજ રાણેકપર ગામના બોર્ડ પાસે માલધારી હોટેલ તથા પંચરની દુકાનની સામે,
આરોપીએ પોતાની ગાડીને પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આગળ જતા ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર રોડ પર એક્દમ ઉભુ રાખી દેતા કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર ડમ્પર સાથે ટકરાઈ હતી, જેમાં ફરીયાદીને છાતીના ભાગે તથા ડાબા પગે ઘુંટણના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. આ અકસ્માતના બનાવમાં ગાડીને મોટુ નુકશાન થયું હતું જેથી આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf