પવિત્ર રમજાન મહિનામાં રોજા પુરા થાય છે અને ચાંદ દેખાતા મુસ્લિમ સમાજમાં ખુશી-આનંદની લહેર ફરી વળે છે. ઈદ એ રોજા પુરા કરનારને સર્વ શક્તિમાન અલ્લાહ તરફથી અપાતી એક અણમોલ ભેટ છે. ઈદના દિવસે સવારે વહેલા ઊઠી નાહી-ધોઈ પવિત્ર થઈ વુજુ કરી આખી દુનિયામાં મુસ્લિમ સમાજ મસ્જિદમાં ખુતબો(ઇદની વિશેષ નમાજ)પડવા હાજર થાય છે.
ખુતબો અને સવારની નમાજ પડાઇ જાય એટલે ઇદની ઊજવણીની શરૂઆત થાય છે. મસ્જિદમાં હાજર તમામ ભાઈઓ એક બીજાને ઉષ્માપુર્વક ભેટી સાચા હૃદય અને દિલથી ગળે મળીને ઇદની મુબારકબાદી આપે છે, જે ત્રણથી ચાર દિવસ ચાલે છે. ઇદની સ્પેશિયલ વાનગી ખીર-સુરમો જે શુદ્ધ ઘી, દૂધ, કાજુ-બદામ, સેવૈયા સહિત ડ્રાયફૂટ સૂકો મેવો નાખી બનાવાય છે. જે તમારા તન મનને પ્રફુલ્લિત કરી નાખે છે.
મુસ્લિમ સમાજમાં ઈદની ઉજવણીના ભાગરૂપે ઘરે ખીર-સુરમો અચૂક બને છે. જેમાં મુબારકબાદી આપવા માટે આવનાર તમામ મુલાકાતીઓનું સ્વાગત આ ખીર-સુરમાંથી જ થાય છે. પછી ઘરના વડીલોને આદાબ સલામ કરી ભેટીને ગળે મળીને એમની દુવા(આશીર્વાદ)ની આપ-લે કરવામાં આવે છે. આ દિવસે ઇદીનું(રોકડ રકમ)નું પણ ખાસ મહત્વ હોય છે, જેમાં ઘરમાં નાના-મોટા તમામને વડીલો દ્વારા ઇદી આપવામાં આવે છે. પછી નવા કપડાં પહેરી આંખોમાં સુરમો લગાવી તૈયાર થઈ સગાં-વહાલાં મિત્રોના ઘરની મુલાકાત લેવામાં આવે છે…
આમાં ખાસ વાત એ હોય છે કે પડોશમાં રહેતા હિંદુ-મિત્રો પણ સાચા હૃદયથી તન મન દીલથી પોતાના મિત્રનું સ્વાગત કરે છે, જે આપણી સંસ્કૃતિ છે. પછી આ મિત્રોની ટોળી ભેગા મળી મોજ મસ્તી આનંદ કરે છે. ચિત્ર જોવું, રખડવું, બાગ-બગીચામાં જવું, નિર્દોષ આનંદ, મસ્તી કરવી નાના બાળકો વડીલોને પગે લાગી આશીર્વાદ મેળવી ઇદી મેળવે છે. સાથે જ ઘરમાં ઈદની ખુશીમાં સારી સારી વાનગીઓ બનાવી ખાવામાં આવે છે. 27 મીનું મોટું રોજુ કરવામાં અને જાગવામાં ઈબાદત(પૂજા) કરવામાં હિંદુ મિત્રો પણ ખુબ જ ઉત્સાહ સાથે વર્ષોથી જોડાઈ છે, જેમાં બહેનો અને માતાઓ પણ ખુબ જ શ્રદ્ધાપુર્વક ભાગ લે છે.
ઈદના દિવસે ગળે મળી આગળના બધા વેરઝેર ભુલી સાચા મનથી નવી શરૂઆત કરાય છે. ઈદ ઇસ્લામના અર્થ-શાંતિને સાચા અર્થમાં સાર્થક કરે છે. આપની એકતા, સંપ, ભાઈચારો વધારે છે ઈદના દિવસના ખુતબામાં વિશ્વમાં અમન ચેન શાંતિ રહે એ માટે વિશેષ દુવા પણ કરવામાં આવે છે. ઇદનો સંદેશ આખી દુનિયામાં ફેલાવવાની જરૂર છે. સાથે જ આ વખતે પાક પરવર દિગાર બધાની આખા મહિનાની ઈબાદત રોજા કબુલ કરે અને આખી દુનિયામાં પ્રજા શાંતિ સૂકુંન ચેનથી જીવે અને કોરોના જેવી બીમારી હમેશા માટે નાબુદ થઈ જાય એમ દુવા કરીએ…..
લેખક : અબ્બાસભાઈ કૌકાવાલા-સુરત
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7