વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના સીમ વિસ્તારમાં આવેલ વાડીના કુવામાંથી એક યુવાનની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી છે, આ બનાવની વાડી માલિકે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઇન્ડવાન ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે ઉસ્માનભાઇ અમીભાઇ કડીવારની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા છીતુસીંગ કાલુભાઇ અજનાર(ઉ.વ. 35) કોઈ કારણોસર વાડીએ આવેલ કૂવામાં પડી ગયા હતા જેથી યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું…

બાબતે બે-ત્રણ દિવસ બાદ વાડી માલિક ત્યાં આવતા બનાવની જાણ તેમને થઈ હતી જેથી યુવાનની બોડી પણ કોહવાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ વાડી માલિકે વાંકાનેર તાલુકા પોલીસનો સંપર્ક કર્યો હતો જેથી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુવાનના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી અને બનાવની મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!