વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે રહેતા એક યુવાને ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હોય, જેથી આ બાબતનો ખાર રાખી દિકરીના પિતા સહિત ચાર શખ્સોએ યુવાનના પિતાને રસ્તામાં રોકી હુમલો કરી બેફામ માર મારતાં બાબતે ચાર શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે રહેતા ફરીયાદી મુકેશભાઈ અમરસીભાઈ ચાવડાના પુત્ર રાહુલે આરોપી ગેલાભાઈ સગરામભાઈ સાપરાની પુત્રી ભારતી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હોય, જેનો ખાર રાખી આરોપી ગેલાભાઈ સગરામભાઈ સાપરા, લગધીરભાઈ સગરામભાઈ સાપરા, સુખાભાઈ સાપરા અને નવઘણભાઈ સાપરા નામના ચારેય આરોપીઓએ ફરિયાદી મુકેશભાઈને રસ્તામાં રોકી અચાનક તેમના પર હુમલો કરી લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે બેફામ માર મારી પગમાં ફ્રેક્ચર કરી નાંખતા બાબતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU