વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબડુીયા તથા ઢુવા ગામ ખાતે મોરબી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ વડા દ્વારા ગામલોકોના વિવિધ પ્રશ્નો સાંભળી અને તેનું નિરાકરણ કરવા ખાત્રી આપી હતી….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા તથા ઢુવા ગામ ખાતે યોજાયેલા લોકદરબારમાં વાંકાનેર સર્કલ પીઆઇ વી. પી. ગોલ, તાલુકા પીએસઆઇ બી. પી. સોનારા સહિત પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં પોલીસ વડા દ્વારા તમામ ગ્રામજનોના પ્રશ્નો સાાંભળી તેના ઝડપી અને ત્વરીત નીકાલ અંગે કાર્યવાહી કરવા સુચના આપી તેમજ લોકદરબારમાં ઉપસ્થિત નાગરિકોને માર્ગ સલામતી, ઓનલાઇન ફ્રોડ તથા સાઇબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપી લોકોને ટ્રાફીક નિયમોના પાલન કરવા તથા વ્યસનોથી દુર રહેવા અપીલ કરી હતી. આ તકે ગામના તમામ આગેવાનો, સરપંચ તથા બહોળી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm