રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા તમામ જિલ્લાના પોલીસવડાને માસ્ક ડ્રાઇવ યોજવા ડીજીપીની તાકીદ : જો માસ્ક નહિં પહેરેલ હોય તો રૂ. 1000 નો દંડ વસુલવામાં આવશે…
સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા ડીજીપી દ્વારા તમામ જિલ્લા પોલીસવડા અને પોલીસ કમિશનરને માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરી રૂ.1000 દંડની વસુલાત કરવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ મહાનિદેશક અને હેડ ઓફ પોલીસ ફોર્સ આશિષ ભાટિયાએ ગુજરાતના તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરને સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે….
રાજ્ય પોલીસ મહાનિદેશકે તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં દરેક વ્યક્તિ ફરજિયાત માસ્ક પહેરે અને માસ્ક ન પહેરનારા સામે કડક હાથે કામ લઇ રૂ. 1000ના દંડની પણ વસુલાત કરવામાં આવે.
રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય હોઇ, રાજ્યના પોલીસ મહાનિદેશકે સૌ નાગરીકો ફરજિયાત માસ્ક પહેરે તે માટેની ઝુંબેશ તાત્કાલિક ધોરણે હાથ ધરવા પણ જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરને તાકીદ કરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA