વાંકાનેર શહેર ખાતે આજે ભારતીય વિધાર્થી મોર્ચા દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલ પોલીસદળની સીધી ભરતીમાં ST, SC, OBC અનામત બેઠક અંગે અન્યાય સામે વાંકાનેર પ્રાંત અધિકારી મારફતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી આ બાબતે ઘટતું કરવા રજુઆત કરવામાં આવી હતી…
ગુજરાતમાં તાજેતરમાં જ પોલીસ ખાતામાં PSI / ASI ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિને મળવાપાત્ર અનામત કોટા સીટમાં સરકાર દ્વારા અન્યાય કરતા અનુસૂચિત જાતિને બંધારણના કાયદા પ્રમાણે 7% અનામત સીટ મળવી જોઈએ જે સરકાર દ્વારા આપવામાં આવી નથી, જેથી આ બાબતે વાંકાનેર પ્રાંત અધિકારી મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીને ભારતીય વિધાર્થી મોર્ચા દ્વારા આજ રોજ આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA