વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં રહેતા એક યુવાન પર પોલીસમાં અરજી કરવા બાબતે ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર પાસે રહેતા સાગરભાઈ લલીતભાઈ સારેસાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી રમેશ હીરાભાઇ, સચીન બાબુભાઇ, બાબુ હીરાભાઇ અને અશોક હીરાભાઇએ ફરિયાદીને ‘ તું અમારી વિરુદ્ધ પોલીસમાં કેમ અરજી કરે છે ? ‘ તેવું કહી ગાળો આપી હતી જેથી ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ચારેય શખ્સોએ તેમના પર લોખંડના પાઇપ વડે હુમલો કરી પગમાં ફ્રેક્ચર કરી માર માર્યો હતો…
જેથી આ બનાવમાં ભોગ બનનાર સાગરભાઈએ આરોપીઓ સામે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી હુમલો કરનાર રમેશ અને અશોકને ઝડપી લઇ અન્ય બે શખ્સોને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe