શું નાના એવા શહેરમાં આટલો મોટો પોલીસ અને પ્રેસનો સમુહ ?, ઈજ્જતદાર નામની આડમાં ગોરખધંધા થઈ રહ્યા છે કે શું ? : શહેરના જીનપરા પાસેના સાત નાલા વિસ્તારમાં વરલી અને દેશી દારૂના અડ્ડા જામ્યા હોવાની ચર્ચા, તપાસ-કાર્યવાહી થશે કે કેમ ?
વાંકાનેર શહેરમાં બહોળી સંખ્યામાં નજરે પડતા પ્રેસ અને પોલીસ લખેલા વાહનો બાબતે શું નાના એવા શહેરમાં આટલી મોટી સંખ્યામાં પોલીસ અને પ્રેસનો સમુહ હશે ? શું પોલીસ અને પ્રેસના ઈજ્જતદાર નામની આડમાં ગોરખધંધા તો નથી ચાલી રહ્યા ને ? બાબતે ઉડી તપાસ કરવામાં આવે તો અનેક અસામાજીક તત્વોના તપેલા ચડે તેમ છે. બાબતે પોલીસ તંત્ર દ્વારા પ્રેસ લખેલા વાહનોને રોકી ચાલક પત્રકાર છે કે કેમ તેની તપાસ કરવામાં આવે તો બાબતે અનેક કુકર્મોનો ભાડાં ફોડ થઈ શકે તેમ છે. આવી જ રીતે પોલીસ લખેલા વાહનોની તપાસ કરવી પણ અનિવાર્ય બની છે. પરંતુ આ કાર્યવાહી કરશે કોણ ?
શહેરમાં ખુલ્લેઆમ ફરતાં પ્રેસ કે પોલીસ લખેલા વાહનોની જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતી નથી તેનો ભરપૂર લાભ લેભાગુ તત્વો પોતાના ગોરખધંધા ચલાવવામાં ઉઠાવી રહ્યા છે. બાબતે આવા અસામાજિક તત્વોની તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાંકાનેર તાલુકા પ્રેસ એસોસિયેશનના મહામંત્રી યાકુબભાઈ બાદીએ માંગ કરી છે…
બાબતે જો તટસ્થતાથી તપાસ કરવામાં આવે તો પોલીસ કે પ્રેસનું ઓળખ કાર્ડ હોય કે ન હોય પરંતુ પોતાના દુરના સંબંધિઓ પોલીસમાં કે પત્રકાર હોય તેનો લાભ ઉઠાવી પોતાના વાહનોમાં પોલીસ કે પ્રેસ લગાવનારની મોટી સંખ્યા ઉજાગર થાય તેમ છે. જેની સામે કડક હાથે કામ લેવામાં આવે તો મોટી સંખ્યામાં લેભાગુ તત્વો જાહેર થાય તેમ છે. બાબતે જો કાર્યવાહીમાં કોઇપણ જાતની શરમ કે લાગવગશાહીની પરવા કર્યા વગર કાર્યવાહી કરવામાં આવે તો જ સત્ય ઉજાગર થઇ શકે તેમ છે અન્યથા હોતી હૈ, ચલતી હે સાથે જ આ બંને ઈજ્જત દાર નામનો ગેર ઉપયોગ થતો રહેશે….
જીનપરા વિસ્તારના સાતનાલા આજુબાજુમાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂ અને વરલીના હાટડાઓ…
વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારના છેવાડાના ભાગે આવેલ સાત નાલાની આજુબાજુમાં દેશી દારૂના મોટા અડ્ડાઓ અને વરલી જુગારના આંકડાઓની લેતીદેતી થઈ રહી હોવાની અહિંના સ્થાનિક નાગરિકોમાં ચર્ચા જાગી છે. આ સાથે જ આ વિસ્તારમાં વિદેશી દારૂની બોટલોની પણ ઓર્ડર મુજબ ડિલિવરી કરવામાં આવી રહી છે. બાબતે અહિં ખુલ્લેઆમ પ્રોહિબિશન તેમજ જુગારધારાનું ઉલ્લંઘન કોના ઇશારે થઇ રહ્યું છે ? કોની લાગવગ ચાલી રહી છે ? કોણ છે આનો મસ્ટર માઈન્ડ ? કે પછી હપ્તા બાપાની મહેરબાની ચાલી રહ્યા છે ?
બાબતે જો જવાબદાર પોલીસ તંત્ર આ બાબતની તટસ્થતાથી તપાસ કરે તો મસમોટા ષડયંત્રનો ભાડાં ફોડ થઇ શકે તેમ છે પરંતુ તપાસ અને કાર્યવાહી ક્યારે થશે તેવી અહિંના સ્થાનિક નાગરિકોમાં લોક ચર્ચા જાગી છે. અહિં ચાલતી દેશી-વિદેશી તેમજ વરલી જુગારની બદીઓથી આ વિસ્તારના નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠયા હોય જેથી તંત્ર દ્વારા બાબતની ગંભીરતા લેવી ઘટે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA