બે પરિવારો વચ્ચે થયેલ ઝઘડામાં એકનું મોત, સાતથી વધુ ઈજાગ્રસ્ત…
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે ગઈકાલ સાંજના આઠ વાગ્યાની આસપાસ બે પરિવારો વચ્ચે થયેલ ઝઘડાએ વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં એક જ પરિવારના સાત લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને એકનું મોત થયું હતું. જેથી બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવની તપાસ શરૂ કરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જેતીબેન વલ્લભભાઈ કોંઢીયા (ઉ.વ. ૫૦, રહે. પંચાસીયા) એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તેમના પરિવારના છ સભ્યો કામે ગયા હોય જેમા સાંજના આશરે સાડા આઠે વાગ્યાની આસપાસ તેમની બાજુમાં રહેતા દીયર બાબુભાઇ નરશીભાઇ કોંઢીયા તથા તેમના દિકરા હરેશભાઇ એકાબીજા ગાળો બોલી ઝઘડો કરતાં હોય જે દરમિયાન ફરિયાદીના પતિ તથા બાળકો મજુરી કામ કરી ઘરે આવતા તેમના પતિએ દિયરને ઝઘડો નહીં કરવા સમજાવી વચ્ચે પડતાં આરોપી બાલુભાઈ લાભુભાઈને સારૂ નહી લાગતા,
એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીના પતિને ગાળો આપવા લાગેલ જેથી મે તેને ગાળો બોવવાની ના પાડતા બાલુભાઇ લાભુભાઇએ ફરિયાદી પર કુહાડી વડે હુમલો કરી ડાબા ખભામાં ઈજા પહોંચાડેલ, જેથી સાહેદ દિકરો રાજુ વચ્ચે પડતા આરોપી બાલુએ તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરિયાદીના દિકરા રાજુને બે થી ત્રણ ઘા પડખામાં મારી દેતા તેઓ ઢળી પડ્યા હતા…
જેથી ફરિયાદીના પરિવારના અન્ય સભ્યો વચ્ચે પડતા આરોપીઓએ તેમના પર પણ છરી ધોકા વડે હુમલો કરી માર મારી ફરાર થઈ ગયા હતા. જેથી આ બનાવમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં રાજુભાઈ નમના ઇજાગ્રસ્તનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતા…
ઉપરોક્ત બનાવની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી બાલુભાઈ લાભુભાઈ કોંઢીયા, લાભુભાઈ ભલુભાઈ કોંઢીયા, દુધીબેન લાભુભાઈ કોંઢીયા (જાતે, દેવીપુજક, રહે. બધા પંચાસીયા) સામે આઈપીસી કલમ 302, 307, 323, 324, 325, 114 તથા જીપી એકટ 135 મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT