વાંકાનેર શહેરના જડેશ્વર રોડ પર આવેલ પેડક વિસ્તારમાં ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને કુલ રૂ. 36,680ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જડેશ્વર રોડ પર આવેલ પેડક વિસ્તારમાં સોનીની વાડી પાસે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા સ્થળ પર દરોડો પાડતા આરોપી ભરતભાઈ બચુભાઈ ડાભી, રમેશભાઈ મોહનભાઈ માલકિયા અને હિતેશભાઈ ચંદુભાઇ સંઘાળ જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા, જેથી વાંકાનેર સીટી પોલીસ ત્રણેય આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂ. 36,680નો મુદ્દામાલ કબ્જે કરી, જુગાર ધારાની કલમ હેઠળ આરોપી સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe

error: Content is protected !!